Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન

વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા ચાલું વર્ષે ૨૦૨૨-૨૩માં શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું  જીલ્લાકક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે.
   આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે, જેમાં વિભાગ "અ"  ૧૫ વર્ષથી ઉપરના અને ૧૯ વર્ષ સુધીના તેમજ વિભાગ "બ" ૧૯ વર્ષ ઉપરના અને ૩૫ વર્ષ સુધીના ભાગ લઇ શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રજીસ્ટ્રેશન ફોર્મ જીલ્લા યુવા વિકાસ અધિકારી અમદાવાદ, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૭ માળ રવિશંકર રાવળ કલાભવન લો-ગાર્ડન, અમદાવાદ ખાતેથી મેળવીને પરત તા.૧૪/૦૨/૨૦૨૩ સુધી મોકલવાનું રહેશે. જેમાં જિલ્લાકક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે.
રાજ્યકક્ષાની ત્રણેય સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ 10 સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારના ખર્ચે લઇ જવામાં આવશે વધુ વિગત માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે

(6:41 pm IST)