Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વડોદરામાં પોલીસ ફરિયાદ કરી હોવાની અદાવત રાખી વેપારી પર લોખંડના પાઇપથી હુમલો કરનાર વિરુધ્દ પોલીસ ફરિયાદ દાખલ

 વડોદરા: શહેરમાં પોલીસ ફરિયાદની અદાવત રાખી આમલેટની લારી ચલાવતા યુવક પર લોખંડની પાઈપ વડે હુમલાખોરો વિરૃધ્ધ નવાપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કેબકરાવાડી પિતૃછાયા બિલ્ડીંગમાં રહેતો કમલેશ બાબુભાઈ ચુનારા કમલ આમલેટ નામની લારી ચલાવે છે. છેલ્લા બે દિવસથી કમલેશની લારી પર જતીન નામનો યુવક કામ કરવા માટે આવ્યો હતો. તેમજ જતીનને ગઈકાલે લારી પર સુજલ નામના યુવક સાથે ઝઘડો થયા હતો. જે અંગે કમલેશે જતીનને ફરિયાદ કરવાનું કહેતા જતીને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી.

(5:25 pm IST)