Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

LRD ભરતી વિવાદ:ગણપત વસાવાએ કહ્યું સરકાર આદિવાસીઓનું રક્ષણ કરશે

ખોટા પ્રમાણ પત્ર કોંગ્રેસે આપ્યા હોવાનો લગાવ્યા આક્ષેપો

અમદાવાદ: LRD ભરતી મામલે જાતિ પ્રમાણપત્રને મુદ્દે વિવાદ મામલે આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ કરવામાં આવસે નહીં. સરકાર કોઈ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર નહીં આપે. સરકાર આદિવાસીઓના હકનું રક્ષણ કરશે.

   વસાવાએ કહ્યું હતું કે, ગીરમાં વસવાટ કરતાં ચારણ, ભરવાડ, રબારી આદિવાસી છે. 1956માં આદિવાસીમાં સમાવેશ અંગેના પુરાવા છે. ખોટા પ્રમાણપત્રો પર કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ જવાબ આપે કે કોણે ચારણ, રબારી, ભરવાડને આદિવાસી બનાવ્યા.
   કોંગ્રેસની સરકારે ખોટા પ્રમાણપત્રો આપ્યા હતા. જ્ઞાતિ ચકાસણીનો કાયદો ભાજપ સરકાર લાવી છે. LRD વિવાદમાં કેસ ટુ કેસ ચકાસણી તપાસ માટે અમે તૈયાર છીએ. 1956માં 480 પરિવારોને આદિજાતી પ્રમાણપત્ર અપાયા હતા.

(1:42 pm IST)