Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રેશ્મા પટેલની સરકારને ખુલ્લી ચીમકી: હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને હેરાન કરવાનુ બંધ કરો

કાન ખોલીને સાંભળી લો : તમે એમ માનો છો કે અમે ચૂપ બેસી જઈશું?

અમદાવાદ : હવે હાર્દિક પટેલના વ્હારે આંદોલનકારી અને એનસીપીના નેતા રેશ્મા પટેલ આવ્યાં છે. રેશ્મા પટેલે જણાવ્યું છે કે, "2015માં કરવામાં આવેલા પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં   

   આંદોલનકારીને કાયદાકીય લડતમાં ફસાવી રાજકીય ષડયંત્રો રચવાનું કામ સરકાર બંધ કરે. હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશું જ ખબર નથી. અનેક આંદોલનકારીઓને કોર્ટની તારીખો ભરવી પડે છે. આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલા રાજકીય કાવાદાવા છે. સરકારને એમ હોય કે અમારી એકતા તોડવામાં સફળ થયા, પછી આંદોલનકારીઓને હેરાન કરીશું. તમે એમ માનો છો કે અમે ચૂપ બેસી જઈશું?"

    સરકાર કાન ખોલીને સાંભળી લે રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, "કાન ખોલીને સાંભળી લો, તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે. સમાજ, રાષ્ટ્રના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજે પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓને હેરાન કરવાનું બંધ કરો. બાકી માઠા પરીણામો ભોગવવા પડશે

(11:30 am IST)