Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગાંધીનગરનાં કુડાસણમાં જ્વેલરી શોપમાં લૂંટના ઇરાદે દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ

વેપારીએ પ્રતિકાર કરતા લૂંટારુઓ ભાગી ગયા : ખંભામાં ઇજા : સમગ્ર વિસ્તારમાં નાકાબંધી

 

ગાંધીનગરનાં કુડાસણમાં આવેલી એક જ્વેલરી શોપમાં અસામાજીક તત્વો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ લૂંટનાં ઇરાદે કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જો કે દુકાન માલિકે સામે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ફાયરિંગ કરીને ભાગવા મજબુર બન્યા હતા. જો કે પ્રતિકાર કરવાનાં કારે દુકાન માલિકનાં ખભામાં ઇજા પહોંચી હતી.

  ઘટના અંગે જાણ થતા પોલીસ દ્વારા સીસીટીવી કબ્જે લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. ઘાયલ જ્વેલર્સ માલિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસહાલ ઘટના સ્થળ અને આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી કબ્જે લઇને તપાસ કરી રહી છે.

(12:25 am IST)