Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદના લૉ-ગાર્ડન ખાતે કરોડોનાં ખર્ચે બનાવેલ હેપી સ્ટ્રીટનું કાલે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

હેપ્પી સ્ટ્રીટને દુલ્હનની જેમ સજાવાઈ : મેયર બીજલ પટેલ અને મ્યુનિ,કમિશનર વિજય નહેરાએ લીધી મુલાકાત

અમદાવાદમાં લો ગાર્ડન ખાતે ખાઉં ગલીને કરોડોના ખર્ચે નવી બનાવવામાં આવી છે, જેને હવે હેપ્પી સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું છે. ત્યારે શુક્રવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેનું લોકાર્પણ કરશે. ત્યારે આ પહેલાં પહેલાં હેપ્પી સ્ટ્રીટને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે. આ બજાર અગાઉના ખાણી પીણી બજાર કરતા કંઇક અલગ છે.

આજે અમદાવાદના મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ હેપ્પી સ્ટ્રીટની મુલાકાત લીધી હતી. હેપ્પી સ્ટ્રીટમાં એક બાજુ હેરિટેજ દીવાલ બનાવવામાં આવી છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે બીજી બાજુ એક દીવાલ બાંધવામાં આવી છે જ્યાં વિધાર્થીઓએ વિવિધ પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. સાથેજ હેપ્પી સ્ટ્રીટના સમગ્ર વિસ્તારને વિવિધ લાઈટિંગ દ્વારા દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યા છે.

(9:46 pm IST)