Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અમદાવાદમાં ABVP અને NSUI વચ્ચે હિંસા :પ્રદીપસિંહ વાઘેલા અને ઋત્વિજ પટેલ સહિત 70 થી 80 લોકોના ટોળા સામે ફરિયાદ

હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ

અમદાવાદમાં ABVP અને NSUI હિંસા થયાના ઘણા કલાકો બાદ આખરે પાલડી પોલીસે NSUIની ફરિયાદ દાખલ કરી છે  જેમાં NSUI પ્રદેશ મહામંત્રી નિખિલ સવાણી ફરિયાદી બન્યો છે જેમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.  આરોપી તરીકે પ્રદીપસિંહ વાઘેલા, ઋત્વિજ પટેલ સહિતના 70 થી 80ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. બીજીતરફ ABVP દ્વારા પણ ફરિયાદ અપાઇ છે.

દિલ્હીના જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની હિંસા બાદ તંગદીલી ગુજરાતમાં સર્જાઇ ગઇ છે . જેએનયૂમાં હુમલાના વિરોધમાં એનએસયુઆઇએ ધરણા કર્યા. તો સામે એબીવીપીના કાર્યકરો આવી ગયા અને ત્યારબાદ જે સમરાંગણ સર્જાયુ  હતું

  અમદાવાદમાં. હાથમાં દંડા અને ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો. એનએસયુઆઇના કાર્યકર નિખિલ સવાણી ચારે તરફથી ઘેરાઇ ગયા હતા. તેમના શ્વેત વસ્ત્રો રક્તથી લાલ થઇ ચૂક્યા હતા. લોહી લુહાણ હાલતમાં તેઓનો આક્ષેપ હતો કે તેમના પર જીવલેણ હુમલો થઇ રહ્યો હતો તે સમયે પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી હતી.તેવા દ્રશ્યો સર્જ્યા હતા 

(10:56 pm IST)