Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અમદાવાદ : ૨૦૧૯માં ઘરના વેચાણમાં ઉલ્લેખનીય ઉછાળો

હાલમાં જ કરાયેલા સર્વેમાં તારણો જારી કરાયા : ૨૦૧૯માં અમદાવાદમાં આવાસીય અને ઓફિસ માર્કેટો એમ બંનેમાં ખૂબ જ સારું પ્રદર્શન : કારોબારીઓમાં આશા

અમદાવાદ,તા. ૭ : દેશની જાણીતી કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ ભારતના રિયલ એસ્ટેટની સ્થિત અને આંકડાને લઇ તેના ફ્લેગશિપ બીજા છ માસિક અર્ધવાર્ષિક અહેવાલની ૧૨મી આવૃત્તિ ઈન્ડિયા રિયલ એસ્ટેટ આજે અમદાવાદમાં રજૂ કરીહતી. આ અહેવાલમાં જૂલાઇથી ડિસેમ્બર-૨૦૧૯ એમ બીજા છ મહિનાના (એચ-૧ ૨૦૧૯)ના સમયગાળા દરમ્યાન દેશના આઠ શહેરોના રહેણાંક અને ઓફિસ માર્કેટ પ્રદર્શનનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી મહત્વના અને ચોંકાવનારા તારણ સામે આવ્યા હતા કે, અમદાવાદમાં નવા લોન્ચ કરેલ ઘરોના વેચાણમાં સમાન સમયગાળામાં ૧૭૬ ટકાનો જોરદાર વાર્ષિક ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં ૨૦૧૯માં ૧૬૭૧૩ ઘરોનું વેચાણ કર્યું, જે પાછલાં ચાર વર્ષોમાં સૌથી વધારે છે એમ અત્રે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અમદાવાદ બ્રાન્ચના ડાયરેક્ટર શ્રી બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું હતું.

             તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ જૂલાઇ-ડિસેમ્બર ૨૦૧૯ (૨૦૧૯નાં બીજા છમાસિક) માટે આઠ મુખ્ય શહેરોમાં આવાસીય તથા ઓફિસ માર્કેટ સ્પેસના વ્યાપક વિશ્લેષણ પ્રસ્તુત કર્યા છે. આ રિપોર્ટ જણાવે છે કે, અમદાવાદમાં ૨૦૧૯માં ઓફિસ લીઝિંગ પાછલાં ૧૦ ત્રિમાસિકમાં સૌથી ઉચ્ચ સ્તર પર હતી. તેણે વાર્ષિક આધાર પર ૫૦ ટકાનો ઉછાળો રજીસ્ટર કર્યોં અને ૦.૧૪ મિલિયન વર્ગ મીટર (૧.૫૫ મિલિયન વર્ગ ફૂટ) પર પહોંચી ગયો. જો કે, નવાં પૂરા થયેલ ઘરે (કમ્પ્લીશન) લીઝિંગ એક્ટિવિટીને પાછળ છોડી દીધી અને ૦.૪૫ મિલિયન વર્ગ મીટર (૪.૮૮ મિલિયન વર્ગ ફૂટ) રહ્યો છે. તેમાં ૨૦૧૮ની સરખામણીમાં ૫૮ ટકાનો વધારો નોંધાયો છે. તેનાથી ઇન-ઓફિસ ટ્રાન્ઝેક્શનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ હોવા છતાં ઓફિસ માર્કેટ રેન્ટને સ્થિર બનાવી રાખી અને વધારે બાઝારની પ્રતિસ્પર્ધી ધારને બનાવી રાખી છે. અમદાવાદ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના બ્રાન્ચ ડાયરેક્ટર બલબીરસિંહ ખાલસાએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં આવાસીય અને ઓફિસ માર્કેટ બંન્નેએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. કોમર્શિયલ સેક્ટરે લીઝિંગ ટ્રાન્ઝેક્શનમાં વધારો જોયો છે. તેની સાથે કેટલીક ઓફિસને પોતાના ઉપયોગ માટે પણ ખરીદવામાં આવ્યાં.

             ઓફિસ ટ્રાન્ઝેક્શનમાં સકારાત્મક મનોભાવ આવાસીય બાઝારમાં પણ નજર આવી રહ્યાં છે, જેનાથી વેચાણ વોલ્યુમમાં વધારાના સંકેત નજર આવવા ચાલુ થઇ ગયાં છે. જો બજારના આધાર પર વાત કરીએ, તો આવાસીય બજાર, માઇક્રો-સેગમેન્ટ અને અફોર્ડેબલ હાઉસિંગે૨૦૧૯ નાં બીજા છમાસિકમાં એક મૂખ્ય ભૂમિકા નિભાવી છે. તો, બીજી અને સીબીડી વેસ્ટે ૨૦૧૯ નાં બીજા છ માસિકમાં ઓફિસ સ્પેસ ઉપયોગમાં સૌથી વધારે ભાગીદારી મેળવી છે. 

આવાસ માર્કેટ પર નજર

*   વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં ૧૧૪૮૭ નવા આવાસીય યૂનિટ્સ લોન્ચ કરવામાં આવ્યાં. વર્ષ ૨૦૧૮ની તુલનામાં તેમાં ૧૭૬ ટકાનો જોરદાર ઉછાળો દેખાયો.

*   ૨૦૧૯માં નવા આવાસીય લોન્ચે એક વર્ષ પૂર્વેના સમયગાળાને પાછળ છોડતાં ૧૮૪ ટકાના વધારા સાથે ૮૦૮૯ યૂનિટ પહોંચી.

*   ૨.૫-૫.૦ મિલિયન રુપિયા (૨૫-૫૦ લાખ રુપિયા)ના બ્રૈકેટની અંદર ટિકિટ આકારનો ભાગ ૨૦૧૮નાં બીજા છમાસિકમાં કુલ લોન્ચના ૩૭ ટકાથી વધીને ૨૦૧૯નાં બીજા છમાસિકમાં ૬૩ ટકા થઇ ગયો.

*   પશ્ચિમ, જેમાં શીલજ, શીલા, ધૂમા, ભાડજ અને સાયન્સ સિટી રોડ જેવા ક્ષેત્ર સામેલ છે, ૨૦૧૯ નાં બીજા છમાસિકમાંલોન્ચના ૩૫ ટકા શેર સાથે સૌથી પસંદિત માઇક્રો માર્કેટ બની રહ્યું.

*   ૨૦૧૮માં વર્ષના ૩ ટકાના મામૂલી વધારા છતાં, ૨૦૧૯નું વર્ષ એવુ છે જેણે પાછલાં ચાર વર્ષોમાં ૧૬૭૧૩ જેટલા સૌથી વધારે એકમો વેચાણ કરાયા

*   અમદાવાદમાં કુલ વેચાણમાં ૨.૫-૫.૦ મિલિયન રુપિયા (૨૫-૫૦ લાખ રુપિયા)ની રેન્જમાં મૂલ્યવાળા ઘરોએ ૪૩ ટકાની ઉચ્ચતમ ભાગીદારી પ્રાપ્ત કરી, ૩૦ ટકાની ભાગીદારી સાથે ૨.૫ મિલિયન રુપિયા (૨૫ લાખ રુપિયા) સેગમેન્ટના ટિકિટ સાઇઝને ફોલો કર્યાં.

*   ઉત્તર ક્ષેત્ર, જેમાં ગોતા, ન્યૂ રાણીપ, ત્રાગટ, ચાંદખેડા અને મોટેરા જેવા ક્ષેત્ર સામેલ છે, કુલ વેચાણના ઉચ્ચતમ ભાગીદારી ૩૧ ટકા પર હસ્તગત કરી દીધો.

*   પશ્ચિમ શહેર વેચાણની માત્રામાં ૨૫ ટકા ભાગીદારી સાથે બીજા સ્થાન પર આવ્યું, જેમાં ઝડપથી વિકસિત થઇ રહેલ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દક્ષિણ ભોપાલ, શીલા, શીલજ અને થલતેજ અને સાયન્સ સિટી રોડ જેવા સ્થાનોનું વેચાણ સારું રહ્યું.

(8:33 pm IST)