Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગાંધીનગરમાં રખડતા પશુઓનો આતંક: સે-4 નજીક નીલગાયે બાઈક સવારને હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

ગાંધીનગર:શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ તો હતો જ હવે નીલગાયનો ત્રાસ પણ વધી રહયો છે. સે-ર૭ના આધેડ બાઈક લઈને સે-૪ વાસણા હડમતીયા પાસેથી પસાર થઈ રહયા હતા ત્યારે નીલગાયે અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેમનું મોત નીપજયું છે. આ અંગે સે-૭ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતી ગાયોનો ત્રાસ વર્તાઈ રહયો છે જેના કારણે સંખ્યાબંધ અકસ્માતો નોંધાયા છે ત્યારે હજુ તંત્ર આ ગાયોનો ત્રાસ દુર કરી શકયું નથી. ત્યારે હવે શહેરમાં સેકટરોમાં ઘુસી ગયેલી નીલગાયોને કારણે અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. 

(5:17 pm IST)