Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વડોદરાના વાડી સોનીપોળ વિસ્તારમાં રખડતી ગાયોનો આતંક: એક વર્ષથી માલિક ગાયોને રખડતી મૂકી રફુચક્કર

વડોદરા: શહેરના વાડી સોનીપોળ નં-૧ પાસેથી પસાર થતા કર્મકાંડી બ્રાહ્મણને ગાયે શિંગડુ મારતા ડાબા પડખે ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર બાદ ઘરે આવેલા ઇજાગ્રસ્ત વૃૃધ્ધે વાડી પોલીસ સ્ટેશનમાં ગાય રખડતી મૂકનાર ગાયના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. 

આ અંગેની વિગત એવી છે કે વાડી સોનીપોળ નંબર-૪ માં રહેતા દિલીપકુમાર ગોવિંદલાલ રાજગોર (ઉ.વ.૬૮) પુજાપાઠ અને કર્મકાંડી બ્રાહ્મણ છે. ગઇકાલે સવારે ૧૦ વાગ્યે પુજાપાઠ કરીને દિલીપકુમાર રાજગોર ઘરેથી ચાલતા માંડવી વિઠ્ઠલ મંદિરે દર્શન કરવા જતા હતા. વાડી સોનીપોળ નંબર-૧ પાસેથી પસાર થતી વેળાએ લાલ કલરની ગાયે તેમને શિંગડુ મારતા તેમનું ડાબુ પડખું ચીરાઇ ગયું હતું. આજુબાજુથી દોડી આવેલા લોકોએ વૃૃધ્ધને ઉંચકીને ઘરે પહોંચાડયા હતા. ઇજાગ્રસ્ત દિલીપભાઇને  તેમનો પુત્ર સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં સારવાર લીધા પછી તેઓ ઘરે પરત  આવ્યા હતા. ગાય રખડતી મૂકનાર ગાયના માલિક સામે આજરોજ તેમણે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(5:12 pm IST)