Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અમદાવાદમાં ડેન્ગ્યુના ચાર દિવસમાં ૨૫ કેસો નોંધાયા

ઝાડા ઉલ્ટીના ચાર દિવસમાં ૪૫ કેસો નોંધાયા : ટાઇફોઇડના નવા વર્ષમાં ૩૦ અને કમળાના ૨૯ મામલા

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં નવા વર્ષમાં પણ કેસો નોંધાયા છે. સાદા મેલેરિયાના નવા વર્ષમાં ૮થી વધુ કેસ અને ડેંગ્યુના ૨૫થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૪૫ અને કમળાના ૨૯ કેસ સપાટી ઉપર આવ્યા છે. ટાઇફોઇડના ૩૦ કેસો સપાટી ઉપર આવ્યા છે. રોગચાળાના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. આંકડા પર નજર કરવામાં આવે તો નવેમ્બર મહિનામાં ૭૯૩ કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પહેલીથી ૩૦મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ડેંગ્યુના ૭૯૩ કેસો નોંધાયા હતા.

             ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો હતો અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ૧૮૮૩ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે.  આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવાયા છે.જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ૧૨૦૯૬૯ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેની સામે ચોથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૨૪૩૩૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન લીધેલા ૨૭૮૬ સિરમ સેમ્પલોની સામે ચોથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૨૦ સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ઠંડીના દિવસોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

ડિસેમ્બર-૨૦૧૯

જાન્યુઆરી-૨૦૨૦

સાદા મેલેરીયાના કેસો

૮૨

૦૮

ઝેરી મેલેરીયાના કેસો

૨૩

૦૨

ડેન્ગ્યુના કેસો

૩૨૭

૨૫

ચીકુનગુનિયા કેસો

૪૩

૦૯

પાણીજન્ય કેસો

વિગત

જાન્યુઆરી-૨૦૧૯

જાન્યુઆરી-૨૦૨૦

ઝાડા ઉલ્ટીના કેસો

૩૫૧

૪૫

કમળો

૨૧૦

૨૯

ટાઈફોઈડ

૨૧૭

૩૦

કોલેરા

૦૦

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................... ૧૮૮૩

ક્લોરિન નિલ................................................... ૦૦

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના................ ૨૯૩

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા..................... ૦૩

ક્લોરીન ગોળીઓનું વિતરણ......................... ૬૩૦૦

(9:28 pm IST)