Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

હાલોલમાં શ્રમિકનો બે દિવસથી ગુમ બાળકનો કોલેજના ખાળકૂવામાથી મૃતદેહ મળ્યો :અરેરાટી

 

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બની રહેલી પોલીટેકનીક કોલેજમાં કામ કરતા કામદારનો 6 વર્ષિય બાળક બે દિવસથી ગૂમ હતો. પરંતુ બાળક બે દિવસ અગાઉ રમતાં રમતાં કોલેજમાં આવેલા ખાળકુવામાં પડી ગયો હતો. જેની શોધખોળ કરતાં તે કોલેજના ખાળકુવામાંથી મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને ખાળકુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

(12:37 am IST)