Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કોંગ્રેસથી નારાજ નેતામાં અલ્પેશ ઠાકોર સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડાયા

ધવલસિંહે કહ્યું કે અલ્પેશ ઠાકોર જે નિર્ણય કરશે તે મને માન્ય રહેશે

 

અમદાવાદ ;કોંગ્રેસમાં ચાલતો આંતરીક જૂથવાદ વધુ વકરી રહયો છે ત્યારે કોંગ્રેસના નારાજ નેતાઓની યાદીમાં હવે ધવલસિંહ ઝાલાનું નામ પણ જોડાયું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ  પક્ષથી નારાજ હોવાથી આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા-જૂની જવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

   કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોની અવગણનાને લઈને ધવલસિંહ ઝાલા નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે મને માન્ય રહેશે.

   કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા આંતરીક જૂથબંધી સામે આવતા દિલ્હીથી અહેમદ પટેલ, રાજીવ સાતવ પણ ગુજરાત દોડી આવ્યા હતા. તેમજ તેમણે નારાજ આગેવાનોને મનાવવાના પ્રયાસ કર્યા હતા.

(11:18 pm IST)