Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અમદાવાદ :મેડિકલ કોલેજના ડીન પંકજ પટેલના વિદેશયાત્રાનો વિવાદ હવે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો

વિદેશી યાત્રાનો ખર્ચ મલ્ટીનેશનલ કંપનીઓએ ઉઠાવ્યો હોવાનો આક્ષેપ

 

અમદાવાદની વી.એસ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એન એચ એલ મેડિકલ કોલેજના ડીન ડૉ પંકજ પટેલની વિદેશ યાત્રાઓ અંગેનો વિવાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ પહોંચ્યો છે. એન એચ એલ કોલેજને મળેલા દેહ દાનના મલ્ટીનેશનલ કંપનીઓ સાથે સોદા કરીને ડીન ડૉ પટેલે જુદા-જુદા 14 દેશની વિદેશ યાત્રા કરી હતી.

  મ્યુનિસિપલ કમિશ્નર, મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન તથા MCI સુધી કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે કોલેજના ડીન ડૉ પટેલની આવી વિદેશી યાત્રાનો ખર્ચ મલ્ટીનેશનલ કંપનીઓએ ઉઠાવ્યો છે, પરંતુ તપાસ કાર્યવાહી કરવા માટે જુદા જુદા વિભાગો એકબીજાને ખો આપતા રહ્યા હતા પરંતુ તપાસ કે કોઈ પ્રકારની કાર્યવાહી થઇ નથી. ત્યારબાદ જાગૃત નાગરિક યોગેશ મિશ્રા દ્વારા સંદર્ભની માહિતી માગતી RTI પણ કરાઇ હતી.

(10:59 pm IST)