Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બોશ પાવર ટુલ્સનાં દેશમાં ૨૫ વર્ષ પરિપૂર્ણ થયા છે

બાંધકામ, વુડ વર્કીંગ ક્ષેત્રે સફળતા

અમદાવાદ,તા.૭: બાંધકામ, વુડ વર્કીંગ અને મેટલ વર્કીંગ ઉદ્યોગ માટે પાવરટુલ્સની ટોચની ઉત્પાદક અને માર્કેટીયર કંપની બોશ પાવરટુલ્સ ઈન્ડિયાએ ભારતમાં તેની સફરના ગૌરવપૂર્ણ ૨૫ વર્ષ પૂરા કર્યા છે. જેને લઇ બોશ પાવરટુલ્સ ઇન્ડિયા દ્વારા વિશેષ રજતજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સને ૧૯૯૩માં બોશ પાવર ટુલ્સે ભારતમાં તેની કામગીરીની શરૂઆત કરી હતી. કંપની વર્કશોપ ફોર પ્રીસિઝન મિકેનિકસ એન્ડ ઈલેકટ્રીકલ એન્જિનિયરિંગના સિધ્ધાંત પર સ્થપાઈ હતી. બોશે જીવન માટેની ટેકનોલોજીનું સર્જન કર્યું છે. વખત જતાં બોશે શ્રેષ્ઠતા અને મુખ્ય સફળતાના પરિબળોનો વિચાર મૂર્તિમંત કર્યો, જેમાં કર્મચારી વિકાસ અને વૃધ્ધિ ટેકનિકલ સ્કીલ્સ અને નાવિન્યપૂર્ણ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. બોશ પાવર ટુલ્સનાં રિજનલ બિઝનેસ ડાયરેક્ટર(ભારત અને સાર્ક) શ્રી પનીશ પી.કે.એ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષમાં બોશ પાવર ટુલ્સે ભારતમાં વિવિધ સંસ્થાઓનાં સાતત્યપૂર્ણ બિઝનેસ પાર્ટનર રહીને રાષ્ટ્રનિમાર્ણમાં પોતાનો ફાળો આપ્યો છે. સફળતાપૂર્વક ૨૫ વર્ષની ઉજવણી કરતાં અમને ગૌરવ થાય છે અને અમારા ગ્રાહકો પર અમે અમીટ છાપ છોડી છે. આગામી સમયમાં અમારો સતત પ્રયાસ રહેશે કે, અમારા વપરાશકારોનું જીવનધોરણ ઊંચુ આવે અમારા વપરાશકારોમાં કારીગરો વગેરેનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે તાજેતરમાં જ નાવિન્યપૂર્ણ અને પોષાય તેવા ભાવોમાં પ્રોડક્ટસની રજૂઆત કરી છે. નવી પ્રોડક્ટસ તે વાતની પ્રતિતીને અત્યાધુનિક પ્રોડક્ટસ અમારા ઉચ્ચ ગુણવત્તાનાં સંશોધનનાં આધારે પૂરી પાડવા પ્રતિબધ્ધ છીએ. ઉલ્લેખનીય છે કે, ૨૫ વર્ષની સફરમાં બોશ પાવરટુલ્સ ઇન્ડિયાએ બાંધકામ, વુડ વર્કીંગ અને મેટલવર્કીંગ ઉદ્યોગમાં સફળતાના શિખરો સર કર્યા છે.

(9:48 pm IST)