Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મહેસાણા પાલિકાના 400થી વધુ સફાઈ કામદારોની હડતાળ

નવી ભરતી થયેલાને ઓફિસવર્ક અપાતા કચવાટ :તમામને ઝાડુ પકડવો અથવા બીજા સફાઈકર્મીની ભરતી કરવા માંગ

 

મહેસાણા નગરપાલિકાના 400થી વધુ સફાઇ કામદારો ફરી હડતાળ પર ઉતર્યા છે. તાજેતરમાં 75 કર્મચારીની ભરતી કરાઇ છે તેમાં કેટલાકને પટાવાળા જેવું કે અન્ય ઓફિસ વર્ક કરાવાઇ છે. જેથી હડતાળીયા કર્મચારીઓની માંગ છે કે તમામને ઝાડુ પકડાવો નહીં તો બીજા સફાઇ કર્મચારીઓની ભરતી કરો. હાલ કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં 15 દિવસનું કામ અને પગાર અપાય છે તેને 30 દિવસનો કરવાની માંગણી પણ કરાઇ છે

  ઉપરાંત વર્ગ 4ના કર્મચારી અને મુકાદમ વચ્ચેના તફાવતનો ભેદ દૂર કરો. એક તરફ પાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે સફાઇ કર્મચારીઓની સાતમાંથી માંગ તો પહેલા સ્વીકારી લેવાઇ છે. છતાં ખોટી રીતે હડતાળ પડાઇ છે.

(9:40 pm IST)