Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કાશ્મીરમાં હિમવર્ષાથી ગુજરાતમાં ટાઈઢ ભુક્કા બોલાવશે : તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટશે : હવામાન શાસ્ત્રી

ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલેઠંડીમાં વધારો થશે

 

રાજકોટ :રાજ્યમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ઠંડીમાં વધારો થયો છે  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડ્યું હતું હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલે આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. ‘

 કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસરથી પણ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડે તેમ હવામાન નિષ્ણાતોનું માનવું છે.

ગત રાત્રિએ ગાંધીનગરને બાદ કરતા તમામ શહેરમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી વધારે જ નોંધાયો હતો.

(9:39 pm IST)