Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પોલીસના નાક નીચે ચાલતા જુગારધામો અને દારૂના અડ્ડાઓ પર ત્રાટકવાનો પડઘા : પાટણ બાદ અમદાવાદના ખાડીયાના પી.આઇ. સસ્‍પેન્‍ડ

રાજકોટ :  તાજેતરમાં સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજયભરમાં, રાજય પોલીસ વડા શિવાનંદ ઝાના  આદેશ અનુસાર શહેરની મધ્‍યમાં તથા જાહેર કહી શકાય તેવા  જુગારધામો અને દારૂના અડ્ડાઓ ઉપર  ત્રાટકવાનો  પડઘો પડયો છે.  અમદાવાદના જુના એવા ખાડીયા વિસ્‍તારમા઼ ચાલતા જુગારધામ પર  ત્રાટકી ૩ લાખથી વધુ રકમ કબજે કરવામાં આવેલ. અને જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ.

અમદાવાદના જુના ખાડીયા જેવા જાણીતા વિસ્‍તારમાં આ રીતે જુગાર ધામ ચાલે તે બાબતને ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા ંગંભીર ગણવામા આવી હતી. આવી પ્રવૃતિઓ અંગે બાતમી મેળવવા માટે સ્‍થાનીક પોલીસ સ્‍ટેશનના અધીકારીઓ નિષ્‍ફળ રહ્યાનુ પુરવાર થતા ખાડીયા પો.સ્‍ટેશનના પી.આઇ. એન.એન. પારગીને ડી.જી.પી દ્વારા તાત્‍કાલીક અસરથી સસ્‍પેન્‍ડ કરવામા આવ્‍યાનું જાણવા મળે છે. અત્રે  યાદ રહે કે સ્‍ટેટ મોનીટરીંગ સેલની અસરકારક કામગીરીના પગલે આ અગાઉ પાટણ, સુરત રુરલ, વગેરે જિલ્લાના પોલીસ અધિકારી સસ્‍પેન્‍ડ થયા છે. સ્‍ટેટ મોનીટરીગ સેલને રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા એ એકદમ ચાર્જ કર્યુ છે. સ્‍ટેટ મોનીટરીંગ સેલના ડી.વાય.એસ.પી. જયોતિ પટેલ, તથા પી.એસ.આઇ. કીરીટ લાઠીયા વગેરેએ રાત દિવસ જોયા વગર બાતમીદારોનું આખુ વર્તુળ રચી ઠેરઠેર દરોડા પાડી રહ્યા છે.

 

(9:08 pm IST)