Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો અકબંધ છે

અમદાવાદમાં પારો ૧૦.૨ અને નલિયામાં ૭.૭ : હાલ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી તથા જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલમાં હિમવર્ષાની અસર વચ્ચે ઠંડી વધવાના સંકેત

અમદાવાદ, તા.૭ : અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે જેના લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવ, શરદીના બનાવોમાં એકાએક વધારો થયો છે. વર્તમાન ઉતારચઢાવની સ્થિતિમાં હાલ સાવચેત રહેવાની સલાહ નિષ્ણાત તબીબો આપે છે. આજે અમદાવાદમાં પારો ૧૦.૨ ડિગ્રી રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૭.૭ ડિગ્રી થયું હતું. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૃઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૧ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.આજે રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો વલસાડમાં ૮.૬, દીવમાં ૧૦, મહુવામાં ૧૪.૧ અને નલિયામાં ૭.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે. તીવ્ર ઠંડીનો ચમકારો સવારમાં ફરીવાર અનુભવાયો હતો. 

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૭ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૦.૨

ડિસા.............................................................. ૯.૪

ગાંધીનગર......................................................... ૯

વીવીનગર................................................... ૧૦.૯

વડોદરા....................................................... ૧૧.૪

સુરત........................................................... ૧૩.૬

વલસાડ......................................................... ૮.૬

અમરેલી...................................................... ૧૨.૫

રાજકોટ....................................................... ૧૧.૩

સુરેન્દ્રનગર.................................................. ૧૧.૮

મહુવા.......................................................... ૧૪.૧

ભુજ............................................................. ૧૨.૪

નલિયા........................................................... ૭.૭

કંડલા એરપોર્ટ................................................ ૧૦

(9:01 pm IST)