Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગિફ્ટસિટીમાં ૧૮મીએ હવે સેમિનારનું આયોજન કરાયું

ગિફ્ટસિટીમાં ૨૦૦થી પણ વધુ સંસ્થાઓ સક્રિય : હાલમાં ૮૫૦૦ લોકોને રોજગારી મળે છે : આંકડો ટૂંકમાં જ વધશે : ૧૦૦૦૦ લોકોને રોજગારી આપવાની તૈયારી

અમદાવાદ,તા.૭ : ગિફ્ટ સિટી -ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ ખાતે રહેલી ઉજ્જવળ તકો વિશે નાણાકીય જગતની વૈશ્વિક પ્રતિભાઓ પોતાના વિચારોરજૂ કરી શકે તેના ભાગરૃપે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯ અંતર્ગત'ગિફ્ટ-ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટરઃ અ ન્યૂ ફાઈનાન્સિયલ ગેટ-વે ઑફ ઈન્ડિયા' થીમ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારના ઉદ્દઘાટન સત્રમાં કેન્દ્રીય નાણામંત્રી અરૃણ જેટલી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન કરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનના સીઈઓ ફિલિપ લે હોઉરોઉ ઉદ્દઘાટન સંબોધન કરશે તેમજ કોટક બેન્કના વાઈસ ચેરમેન અને એમડી ઉદય કોટક મુખ્ય વક્તવ્ય આપશે. ગિફ્ટ એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સીટી એ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો ક્ષેત્રે અગ્રેસર બનાવવા શરૃ કરેલો પ્રોજેક્ટ છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીના સબળ માર્ગદર્શન હેઠળ આ સીટી ભારતનું શ્રેષ્ઠ કહી શકાય તેવું સ્માર્ટ સીટી પણ બની રહ્યું છે ત્યારે ગુજરાતના ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ હબ એવા ગીફ્ટ સીટીના વિકાસને આ સમીટ દ્વારા નવું બળ મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્વમાં ભારત સરકારે મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અમલમાં મૂકી છે. જેમાં૧૦૦સ્માર્ટ શહેરોમાં ગિફ્ટ સિટીનો સમાવેશ થયો છે. ગુજરાત સરકાર અથાગ પ્રયાસોના કારણે અન્ય સ્માર્ટ શહેરોના વિકાસ માટે મોડલ સિટી તરીકે ગિફ્ટ સિટીને પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એટલું જ નહીં, ગ્રીનફિલ્ડ કેટેગરીમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. હાલમાં ૧૬ મિલિયન સ્કેવર ફૂટ બિલ્ટ-અપ એરિયા ઓફિસ, રેસિડેન્શિયલ અને સાર્વજનિક સવલતો માટે વિવિધ ડેવલપર્સને ફાળવવામાં આવ્યા છે, જે પૈકી બે મિલિયન સ્કેવર ફૂટ જગ્યા પર વિવિધ સંસ્થાઓ કાર્યરત છે જ્યારે ૩ મિલિયન સ્કેવર ફૂટ જગ્યા બાંધકામ ચાલી રહ્યું છે. સમીટ – ૨૦૧૯ દરમિયાન યોજાયેલી આ પરિષદ બેન્કિંગ, વીમા ક્ષેત્ર, મૂડી બજાર સંસ્થાઓ, નીતિ નિર્માતાઓ,સરકાર અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતોને એકમંચ પર લાવી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર દ્વારા આપવામાં આવતી વિવિધ તકો વિશે માહિતગાર કરશે. આ સેમિનારમાં ઉદ્દઘાટન સત્ર બાદ 'ઓપર્ચ્યૂનિટીઝ ફોર ઈન્ટર કનેક્ટ બિટવીન ગ્લોબલ એક્સ્ચેન્જિસ' અને 'બિઝનેસ પોન્ટેશિયલ ફોર બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સ ઈનઆઇએફએસસી' થીમ આધારિત બે વ્યવસાયિક સત્ર યોજાશે. ઓપર્ચ્યૂનિટીઝ ફોર ઈન્ટરકનેક્ટ બિટવીન ગ્લોબલએક્સ્ચેન્જિસ' વ્યવસાયિકસત્રમાં આઇએફએસસી દ્વારા પૂરાપાડવામાં આવતાવૈશ્વિક વિનિમય અંગેની નવીન તકો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

 

(8:57 pm IST)