Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આણંદના પાધરિયામાં નજીવી બાબતે ઝઘડો થતા મામલો બિચક્યો: સામસામે મારામારી થતા પોલીસ ફરિયાદ

આણંદ: શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલા સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કૂલ રોડ પરની વૈભવ સોસાયટીમાં આજે સાંજના સુમારે ધીરેનભાઈ પરમારે પોતાની કાર પાર્ક કરી હતી જે કાર લઈ લેવા માટે નજીકમાં જ રહેતા પુષ્પાબેન જોનભાઈ પરમારે જણાવીને ઝઘડો કર્યો હતો. 

ધીરેનભાઈએ કાર હટાવવાની મનાઈ કરતાં પુષ્પાબેને તેને ત્રણથી ચાર તમાચા ચોડી દીધા હતા. તેમનું ઉપરાળુ લઈને આવી પહોંચેલા પતિ જોનભાઈએ માથામાં વાંદરી પાનુ મારી દીધું હતુ જ્યારે પુત્ર રોબીન્સને મોઢામા મુક્કો મારતાં લોહી નીકળ્યું હતુ. સોસાયટીના અન્ય રહીશોએ વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. 

જો કે ત્રણેયે જતા જતાં જો ફરીથી કાર સોસાયટીમાં પાર્ક કરી તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

 

(5:43 pm IST)