Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ખંભાત નજીક કંસારીમાં શખ્સને ધમકી આપવા બાબતે પાઇપથી હુમલો કરતા ત્રણની હાલત ગંભીર

ખંભાત: નજીક આવેલા કંસારી ગામની એક સોડાની દુકાન ઉપર ગઈકાલે રાત્રીના સુમારે છ જેટલા શખ્સોએ લાકડાના ડંડા અને પાઈપોથી હુમલો કરીને ત્રણને માર મારીને ગંભીર ઈજાઓ પહંોચાડતા આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર કંસારી ખાતે રહેતા શાહરૂખ ઐયુબખાન પઠાણ તથા અન્યોએ અતુલભાઈને આંખો કાઢી અહીંયા આવીશ તો મારીશું તેમ કહીને ધમકાવ્યા હોય જે બાબતે વિજયભાઈ લાલજીભાઈ પરમાર તથા ઘરના સભ્યો ઠપકો આપવા જતાં શાહરૂખ, હાર્દિક ગીરીશભાઈ બારોટ, તાહીર દલસુખભાઈ પઠાણ, વિજયભાઈ ભુપતસિંહ રાઠોડ, કૌશિકભાઈ મનુભાઈ પરમાર તથા અલ્ફાજ હાથમાં લાકડાના ડંડા તથા પાઈપો લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલવાનુ ચાલુ કર્યું હતુ જેથી ગાળો બોલવાની ના પાડતાં તાહીરે પોતાની પાસેનો લાકડાનો ડંડો વિજયભાઈન કપાળના ભાગે મારી દીધો હતો. હાર્દિકે હાથના ભાગે લાકડાનો ડંડો માર્યો હતો. 

શાહરૂખ તથા વિજયભાઈએ અમૃતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો. જ્યારે તાહીરે મંગળભાઈને માથાની જમણી બાજુએ પાઈપ મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ શાહરૂખે પાઈપ લઈ આવીને વિજયભાઈને મોઢાના ભાગે મારી જાનથી મારી નાંખવાની ધમકી આપીન ેત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ તરફ ઘવાયેલા ત્રણયને સારવાર માટે હોસ્પીલમાં લઈ જવામાં આવ્યા હતા.

 

(5:50 pm IST)