Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

નરોડામાં પતંગ ચગાવવા અગાશી પર ચડવું યુવકને ભારે પડ્યું: નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:નરોડામાં નરોડા પ્રાઇડ પદ્માવતી સોસાયટીની બાજુમાં રહેતા ભરત રમેશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૧૩) ગઇકાલે બપોરે પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો જ્યાં અચાનક નીચે પડી જતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અગે નરોડા પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(6:01 pm IST)