Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વિસનગર તાલુકામા પોલીસે બાતમીના આધારે ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો

વિસનગર: શહેર અને તાલુકાના કડા ગામેથી પોલીસે પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડતા ટુંકા રસ્તે તગડો નફો રળતા પતંગ-દોરીના કેટલાક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે આ સંદર્ભે બે વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ઉતરાયણ નિમિત્તે તા.રપ/૧ર/ર૦૧૮ થી તા.૧૭/૦૧/ર૦૧૯ ના સમયગાળા માટે પશુ પંખી અને માનવ જીંદગી જોખમાય તેવા પ્રકારની ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ અંગેનુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. 

દરમિયાન વિસનગર તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે રવિવારના રોજ તાલુકાના કડા ગામમાં રહેતા પટેલ રાકેશકુમાર મણીલાલના ઘરે ઓચિંતી રેડ કરી ચાઈના (સિન્થેટીક) દોરીના ૩૫૦૦ વારના રૃપિયા ૫૧ હજારની કિંમતના ૧૭૦ રીલ કબજે કર્યા હતા.

 

(5:37 pm IST)