Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વડોદરામાં એમ.એસ.યુનિ.ની હોસ્ટેલની બહાર નાસ્તો કરવા ગયેલ બે વિદ્યાર્થીઓ પર ત્રણ ઈસમે જીવલેણ હુમલો કર્યો

વડોદરા:એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસની બહાર નાસ્તો કરવા માટે ગયેલા યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ સાથે કાર પાર્ક કરવા બાબતે આમલેટની લારી ચલાવનારા સહિત ત્રણ વ્યક્તિઓએ હુમલો કરીને તેમને માર મારતા દોડધામ થઈ ગઈ હતી.

હોસ્ટેલના મેઈન કેમ્પસની બહાર ભૂતકાળમાં પણ મારામારીઓ થઈ ચુકી છે.આજે વધુ એક વખત અહીંયા અથડામણ થઈ હતી.એ પછી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

પ્રતાપ નગર પોલીસ ચોકીની પાછળ રહેતા અને કોમર્સ ફેકલ્ટીના એસવાયબીકોમમાં અભ્યાસ કરતા અંકિત વાઘેલા નામના વિદ્યાર્થીઓ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તે અને તેનો મિત્ર સાહીલ રાઠોડ પ્રતાપગંજ ખાતે બોયઝ હોસ્ટેલની બહાર નાસ્તો કરવા ગયા હતા ત્યારે નજીકમાં જ આવેલી ગણેશનગર વસાહતમાં રહેતા અને આમલેટની લારી ચલાવનતા રાકેશ ઉર્ફે રાકો ઠાકોર અને તેના ભાઈ હિતેશ ઠાકોરે તેમની કાર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવીને તેમની સાથે ઝઘડો કર્યો હતો.

 

(5:34 pm IST)