Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પાવીજેતપુર તાલુકામાં દીપડાનો આતંક: અઢી વર્ષીય બાળક પર હુમલો કરતા કરુણ મોત: ગ્રામજનો માથે સંકટના વાદળ ઘેરાયા

પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકામાં પાંજરુ મુક્યુ હોવા છતા દીપડો ઝડપાતો નથી અને આજે ફરીથી સમી સાંજે વાવડી તેમજ બાંડી ગામે આદમખોર દીપડાએ ત્રાટકી હાહાકાર મચાવતા  ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બાંડી ગામે સાત વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયા બાદ એક ખેતરમાંથી અઢી વર્ષના બાળકને ઉઠાવીને દીપડો ફરાર થઇ ગયા બાદ તે ગંભીર હાલતમાં મળ્યો હતો જો કે તેને હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં બાળકનું મોત નિપજ્યું છે.  આ ઘટના બાદ દીપડો ગામના ખેતરમાં પહોંચ્યો હતો અને ટામેટાના એક ખેતરમાં અઢી વર્ષના બાળક કિરણ ચીમન રાઠવાને ઉઠાવી જંગલમાં ભાગી ગયો હતો. ખેતરમાં કામ કરતા કિરણના માતા-પિતા સહિત અન્ય લોકોને જાણ થતા તેઓ બાળકને છોડાવવા પાછળ દોડયા હતા પરંતુ દીપડો બાળકને ઉઠાવી જવામાં સફળ રહ્યો હતો. દરમિયાન માસુમ બાળકને શોધવા માટે ગ્રામજનોએ અનેક ખેતરો તેમજ જંગલમાં તપાસ કરી હતી.

 

(5:32 pm IST)