Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બનાસકાંઠામાં શંકાસ્પદ ડિપ્થેરીયાથી ર સગી બહેનો સહિત ૩ બાળકોના મોત

પાટણ તા.૭: બનાસકાંઠા જિલ્લાના દીયોદર તાલુકાના ચિભડાગામે શંકાસ્પદ ડીપ્થેરીયાના રોગથી ત્રણ બાળકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. જેમાં બે સગી બહેનો પણ આ રોગચાળાના ખપ્પરમાં હોમાઇ ગઇ છે.

આરોગ્ય તંત્રના જણાવ્યા પ્રમાણે બાળકોના મોતનું કારણ શંકાસ્પદ ડીપ્થેરીયા છે કે પછી બીજો કોઇ રોગ છે તે જાણી શકાયું નથી. શંકાસ્પદ ડીપ્થેરીયાના સેમ્પલ નેગેટીવ આવે છે. જેથી તંત્ર પણ અવઢવમાં મુકાઇ ગયું છે. અને આરોગ્ય તંત્રની ટીમોના ધામા બાળકોની ચકાસણી કરવા આજુબાજુનાં ગામોમાં ઘૂમી રહી છે ચાર ગામોનો સર્વે ચાલુ કરાયો છે જેમાં ચિભંડા, સનાવ, મખાહા અને ડાઉવા આરોગ્યની રપ ટીમો, ૭ મેડીકલ ઓફિસરો અને ૩૮ આરોગ્ય કર્મચારીઓ ગામડાઓ ખંુદી રહયા છે અને ૩૭૦ જેટલા બાળકોને વેકસીન આપવામાં આવી છે.

શુક્રવારે ૩૭ બાળકોને ખાંસી શરદી અને ગળાની તકલીફ જોવા મળી હતી તે પૈકી આવા રોગ વાળા બે બાળકો મલી આવ્યા હતા. જેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવેેલા. તેના સેમ્પલો લેવાતા ડીપ્થેરીયા નેગેટીવ હોવાનો રીપોર્ટ આવેલ આ વિસ્તારના શાળાના બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ વ્યાપ્યો છે.

સરકાર આરોગ્ય તંત્ર પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરે છે પણ જયારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે ખબર પડે છે કે આરોગ્ય પાછળની વાસ્તવિકતા શું છે? ત્રણ ત્રણ બાળકીઓના મૃત્યુ થયા છે ૧૩ ઉપરાંત બાળકીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે પણ આરોગ્ય તંત્ર રોગના મૂળ સુધી પહોંચ્યું નથી. ડીપ્થેરીયાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો તો આ રોગ કયો? તે હજુ સ્પષ્ટ થતું નથી.(૧.૨૨)

 

(4:09 pm IST)