Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અમદાવાદના BRTS -કાર અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત :બસ ચાલકની અટકાયત

પલ્લવ ચાર રસ્તા પાસે બસના ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવ્યું બાદમાં કારને પણ ટક્કર વાગી

અમદાવાદમાં BRTS-કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે લોકોના કરૂણમોત નિપજ્યા છે જયારે અકસ્માત સર્જનાર બસના ચાલકની ધરપકડ કરાઈ છે પલ્લવ ચાર રસ્તા પર શાસ્ત્રીનગર ખાતેનાં બીઆરટીએસ રૂટમાં ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે જયારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.

  નારણપુરા- ઘાટલોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.બીઆરટીએસ બસના ચાલક સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

  પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ બસના ચાલકે એક્ટિવાને ટક્કર મારી અને બાદમાં કારને પણ ટક્કર વાગી હતી. જેના પગલે પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે.

(12:21 pm IST)