Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રાજ્યમાં લોકરક્ષકની પરીક્ષામાં બે લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવાનું જ ટાળ્યુ

બોર્ડ દ્વારા 8,76 લાખ કોલ લેટર ઇસ્યુ થયા: 6,75 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી

અમદાવાદ :રાજ્યમાં લોકરક્ષકની ભરતીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. પેપરલીંક કૌભાંડ બાદ પરીક્ષાર્થીઓને જાણે સરકાર પરથી ભરોષો ઉઠી ગયો હોય તેમ બે લાખ ઉમેદવારોએ પરીક્ષા જ આપી ન હતી.

 પરીક્ષા દરમિયાન અમદાવાદ અને રાજકોટમાં વર્ગ ખંડમાંથી બે ઉમેદવારો મોબાઇલ સાથે પકડાતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે દાહોદમાં એક ઉમેદવારને પ્રશ્નપત્ર અધુરુ મળ્યું હોવાનું બહાર આવ્યું છે.

  લોકરક્ષકદળની પરીક્ષા માટે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૮.૭૬ લાખ ઉમેદવારોને કોલ લેટરો ઇસ્યું કરવામાં આવ્યા હતા. જે પૈકી કુલ ૬.૭૫ લાખ ઉમેદાવારોએ પરીક્ષા આપતાં જેથી બે લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી. તેમ રાજ્ય પોલીસ ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાયએ જણાવ્યું હતું.

(12:19 pm IST)