Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભાજપ સરકારનો ડોળો ખેડુતોની જમીન પર : મનહર પટેલનો આક્ષેપ

સરકાર ખેડુતો સાથે બુટલેગર જેવો વ્યવહાર કરી રહી છે : સ્વામીનાથનની ભલામણોનો અમલ કરતા કોણ રોકે છે ?

અમદાવાદ તા ૭ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી મનહરભાઇ પટેો જણાવે છે કે, ખેડુતોની ઇજ્જત,આબરૂ, આજીવિકા તથા સ્વમાન અને સન્માન સાથે ખેતીની જમીનના માલીક હક્ક જે તે વખતેની કો૦ગ્રેસની સરકારે આપી હતી.ઁ, અને ભાજપાને આ ખેતીની જમીનના માલીકો હવે ઉદ્યોગપતિઓ અને તેવા મલીન ઇરાદાની ચાલ આ ભાજપનાની રૂપાણી સરકારની ચાલી રહી છે. જયારથી ભાજપા સરકાર કેન્દ્રમાં આવી ત્યારતી તેનો ડોળો ખેતીની જમીન ખેડુતો પાસેથી યેનકેન પ્રકારે પડાવી લેવી તે દિશામાં કામ કરી રહી છે. ૨૨ વર્ષમાં ભાજપા સરકારે ઇરાદાપૂર્વક જ ખેડુતોને માગે ત્યારે વિજળી ન આપી જરૂરીયાત મુજબ પાણી ન આપવું, અતિવૃષ્ટી કે અનાવૃષ્ટી, પાક વિમો ન આપવો અને પાકનો પોષણક્ષમ ભાવ ન આપવો, આ ચાર વસ્તુ ન આપવાનું કારણ જ દખાડે છે કે આ મોદી/રૂપાણી સરકારોને ખેતીને જીવંત રાખવામાં કેટલો રસ છે ?

પ્રવકતાશ્રી મનહરભાઇ પટેલ વધુમાં જણાવે છે કે, ડો. સ્વામીનાાથનના રિપોર્ટ બાબતે ખેડુતો અને જનતાને ગુમરાહ કરવાનું ભાજપા બંધ કરે અને કોગ્રેસ પર પ્રહારો કરવાને બદલે ભાજપા સરકારો ખેડુતોના પ્રશ્નો ઉકેલવાની સંવેદના પોતાના નિર્ણયોમાં દેખાડે ... ખેડુતોના દેવા માફી અંગે ગલાતલા મારતી ભાજપાને મારે કહેવું છે કે, જો તમે ડો. સ્વામીનાથનનાશ્રિપોર્ટને અનુસરવાની વાત આગળ વધારી હોય તો ડો. સ્વામીનાથનની પહેલી ભલામણ ખેડુતોનાદેવા માફી કરવાની છે. આઉપરાંત તેમન ેખેડુતો ઉત્થાન માટે બીજી અનેક ભલામણ કરી છે તેને અમલ કરતા કોણ રોકે છે. મહિલાઓને પણ કિશાન ક્રેડિટકાર્ડ આપવું મનહરભાઇ પટેલે જણાવ્યું કે ૨૦૧૪ માં તમે કપાસના ભાવ માટે વર્ણાનુપાસ શબ્દો વાપરીનેકહ્યું હતું કે '' મીટ માટે સબસીડી તો કોટન માટે કેમ ાહીં'' ખુબ મોટી અપેક્ષાએ ૨૦૧૪ માં મતો આપનારા ખેડુતોની અને કપાસના ભાવની શું હાલત છે તે સોૈ ખેડુતો જાણે છે. જૈન ભાઇ-બહેનોના સમુદાઇમાં તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનસેવકે પોતાની આગવી શૈલીમાં ગોૈ હત્યા પ્રતિબંધની વાતો કરી હતી અને તેમના ૪ વર્ષ શાસનમાં મીટના એક્ષપોર્ટમાં દેશ પ્રથમ સ્થાને પહોંચી ગયો અને પ્રથમ સ્થાને ચોખા કાયમ રહેતું હતું તે આજે કેટલામાં સ્થાને છે તેશોધવાનો વિષય છે... આ ભાજપા અને કહેવાતાહિન્દુ સમ્રાટોની સરકારનો વહીવટી અરીસો છે.

દેશનો ખેડુત અને ખેતી સાથે સંકળાયેલ તમામ વર્ગ અને સમુદાય વેતરાયાનો અનુભવ કરી રહ્યા છે. સરકાર પાસે સમજવાનો છે. (૩.૪)

 

(11:49 am IST)