Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ચાર ચાર બંગડીવાળું ગીત મારુ છે અને હું ગાતી રહીશ , યુટ્યૂબ પરથી પણ નહી હટે : કિંજલ દવેની સાફ વાત

કોર્ટની નોટિસ વાંચી નથી.હું મારા વકીલ સાથે ચર્ચા કર્યા પછી આગળની કાર્યવાહી કરીશ.

અમદાવાદ:ચાર ચાર બંગડીવાળી..ગીતને લઇને અમદાવાદની કોર્ટે જાણીતી ગાયિકા કિંજલ દવેને આ આ ગીત નહીં ગાવા આદેશ કર્યા પછી હવે કોર્ટના આદેશ બાદ કિંજલ દવેએ કહ્યું હતું કે મેં હજુ કોર્ટની નોટિસ વાંચી નથી.હું મારા વકીલ સાથે ચર્ચા કર્યા પછી આગળની કાર્યવાહી કરીશ.

  કિંજલનું કહેવું છે કે આ ગીતના કોપી રાઈટની કાયદેસરતાને પડકારતો મામલો અઢી વર્ષ પહેલાં પણ કોર્ટમાં આવ્યો હતો.પણ આ પછી પણ હું આ ગીત ગાઉ છુ. તમે.યુટ્યૂબ પર પણ આ ગીત જોઈ શકો છો.આ ગીત મારુ છે અને હું ગાતી રહીશ.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સ્થિત કાર્તિક પટેલ નામના યુવાને અઢી વર્ષ પહેલાં અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટ ભંગની ફરિયાદ કરી હતી જે સંબંધે હવે કોર્ટે કિંજલને ચાર-ચાર બંગડીવાળી ગીત આગામી 22મી જાન્યુઆરી સુધી ન ગાવાનો આદેશ કર્યો છે અને તે દિવસે જ આ કેસની આગામી સુનાવણી થશે

   આ સાથે જ કિંજલને ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા તેમજ આ ગીત અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો છે. કિંજલ સામે ફરિયાદ કરનાર કાર્તિક પટેલ મૂળ જામનગરના છે અને તેઓ હાલ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્થાયી થયા છે.

જો કે કોર્ટના આદેશ છતાં ચાર ચાર બંગડી વાળું ગીત રવિવાર સુધુ હટયું નહોતું.કીંજલના અવાજમાં આ ગીત લાખો દર્શકો સાંભળી ચુક્યા છે.

(6:05 pm IST)