Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પાટણના પીઆઇ જે,બી અસોદિયા બદલી સ્થળે હાજર નહિ થતા સસપેન્ડ કરાયા

પાટણ: પાટણ 'એ' ડિવિઝન પોલીસ મથકના PI જે. બી. અસોડિયાની બદલી કરાયા છતાં બદલી સ્થળે હાજર થયા ન હતા. આ દરમિયાન ગાંધીનગર વિજિલન્સે રેડ પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ રેડ બાદ પાટણ A ડિવિઝન પોલીસ મથકના PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા પાટણ શહેરના 'એ' ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર (PI) જે. બી.અસોડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઈ અસોડિયાને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ એવું છે કે, ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા જાહેર હિતમાં તેમની બદલી કરવામાં આવી હતી. આમ છતાં તેઓ બદલી પામેલ સ્થાને હાજર થયા ન હતા.

આ દરમિયાનમાં ગાંધીનગર વિજિલન્સની સ્કવોડ દ્વારા પાટણ 'એ' ડિવિઝન પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા ખાલકપુરા વિસ્તારના રાધનપુરી વાસમાં વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ગાંધીનગરની વિજિલન્સ સ્કવોડ દ્વારા રૂપિયા 54 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

(10:53 pm IST)