Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

હવે અલ્પેશ ઠાકોર સરકાર સામે માંડશે મોરચો :20 મીથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે અંબાજીથી એકતાયાત્રા

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી રાજ્ય સરકાર સામે મોરચો માંડશે જે અંતર્ગત આગામી 20મી જાન્યુઆરીથી અંબાજી ખાતેથી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતાયાત્રા નિકાળવાના છે. એકતા યાત્રામાં ભાગ લેનારા અલ્પેશ ઠાકોર માટે કેરેવાન તૈયાર કરવામાં આવી છે.

આ અત્યાધુનિક કેરેવાનમાં આરામદાયક સોફા, વિશાળ ટીવી સ્ક્રીન, સાઉન્ડ સિસ્ટમ અને મીની ફ્રીજ સહીતની સુવિધાઓ છે 

ગુજરાત કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માટે આ વાન તૈયાર કરવામાં આવી રહી છે.  આગામી 20 જાન્યુઆરીએ અંબાજીથી શરૂ થનારી એકતાયાત્રા માટે હાલમાં આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ કોંગ્રેસના આ નેતા દ્વારા ભાજપ સરકાર પર અનેક વાર મોરચો માંડી ચૂક્યાં છે. અને હવે ફરી એકવાર બેરોજગારી એકતા યાત્રા કરીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.

(10:22 pm IST)