Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સુરતના ઉધનામાં રસ્તા પરથી સાંઈ મંદિરમાં દર્શન કરતી મહિલા માથેથી કચરા ગાડી ફરી વળી : ચમત્કારીક બચાવ

રસ્તા પર જ ચપ્પલ ઉતારીને મંદિરના દર્શનકરતી મહિલાને વાને રીવર્સમાં લઈને કચડી નાખી :મહિલા હેમખેમ ઉભી થઇ ગઈ

સુરતના ઉધના વિસ્તારમાં રસ્તા પરથી ઉભા ઉભા મંદિરના દર્શન કરતી મહિલાને કચરા ગાડીને બંને વહીલ નીચે કચડી નાખી હતી જોકે આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો ભગવાનના મંદિરની બહાર ચમત્કારની આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઇ છે

 આ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરતના ઉધનામાં સાંઇ બાબા મંદિરની બહારના આ દ્રશ્યમાં એક મહિલા રસ્તા પરથી પસાર થાય છે. તે રસ્તા પર જ ચપ્પલ ઉતારીને મંદિરના દર્શન કરે છે. આ સમયે ત્યાંથી પસાર થતી એક કચરા ગાડી ન જાણે કેમ રિવર્સ લે છે જેના કારણે દર્શન કરવા ઉભી રહેલી આ મહિલાના માથેથી કચરા ગાડી ફરી વળી છે.

    પ્રથમ નજરે જોતા એવું જ લાગે કે મંદિરના દર્શન માટે ઉભેલી આ મહિલાના રામ રમી ગયા હશે. પરંતુ. આ મહિલા પરથી કચરા ગાડી ફરી વળી અને બંને વ્હિલની વચોવચ આ મહિલા રસ્તા પર સુતી રહી અને તેને જરા સરખો પણ ઉજરડો ન પડ્યો. મહિલા તરત જ રસ્તા પરથી ઉભી થઇ ગઇ

(10:06 pm IST)