Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ધાનેરામાં મગફળીના ટ્રેકટરોનો જમાવડો :ટોકન મળ્યા બાદ લાંબી લાઈનથી ખેડૂતોમાં નારાજગી

તંત્ર સત્વરે નહિ જાગે તો ફરીવાર હોબાળો થવાની શકયતા

ધાનેરામાં મગફળી વેચવા આવેલા ખેડૂતોના ટ્રેકટરોનો જમાવડો જોવા મળ્યો હતો ખેડૂતોને ટોકન મળ્યા બાદ મગફળી વેચવા માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી

    ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીના ટ્રેક્ટરોની 2 કી.મી. લાંબી લાઈનો લાગી હતી. ખોટી રીતે લાગવગથી ટોકનો આપી દેવાતા ખેડૂતોના ટ્રેક્ટરોનો જમાવડો થયાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે સત્વરે તંત્ર નહી જાગે તો આવતીકાલે હોબાળો થવાની બુદ્ધિજીવીઓએ ચીમકી ઉચ્ચારી છે.

(8:40 am IST)