Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

શામળાજી નજીક વેણપુર પાસે અજાણ્યા વાહનની ઠોકરે દંપતી ખંડિત :પતિનું મોત :પત્ની ગંભીર

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક વેણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર દંપતિ ખંડિત થયું છે  ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

 શામળજી પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં મોટી રાજસ્થાનના દંપતિમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઘવાતા સ્થાનિક લોકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે ટક્કર મારનાર વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

(7:45 pm IST)