Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વડોદરામાં સિંધરોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના ચારેય આરોપીઓને સાથે રાખીને સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં તપાસ

ડ્રગ્સ ફેક્ટરી મામલે ATS દ્વારા તપાસનો ધમધમાટ શરૂ: ATSએ આરોપી શફી દિવાનના નડિયાદ સ્થિત નિવાસે પણ તપાસ હાથ ધરી.

વડોદરા :  સિંધરોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 4 આરોપીઓને સાથે રાખીને સયાજીગંજના પાયલ કોમ્પલેક્ષમાં સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં ATSએ તપાસ હાથ ધરી છે. ATSએ ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટિરિયલ કબ્જે કરી FSLની હાજરીમાં પંચનામા સહિતની કાર્યવાહી કરી છે. આ સાથે ATSએ આરોપી શફી દિવાનના નડિયાદ સ્થિત નિવાસે પણ તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે.

ATSએ આરોપી ભરત ચાવડાની પૂછપરછમાં થયેલા ખુલાસાને આધારે ATSએ સમતા ચાર રસ્તા પાસે સુભાનપુરામાં કાર્યવાહી કરી હતી અને 8.85 કરોડથી વધુની કિંમતનું 1 કિલો 770 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સનો જથ્થો આરોપી ભરતના પુત્ર હર્ષ તથા અન્ય સાગરીતે આપ્યો હોવાની માહિતી પણ સામે આવી હતી.

ગુજરાતમાં એટીએસએ વધુ એક ડ્રગ્સ બનાવતા યુનિટને ઝડપી પાડ્યુ હતુ. જેમાં સિંધરોટ વિસ્તારમાં ATSએ દરોડા કર્યા હતા. એટીએસએ સિંઘરોટમાં નદીની સીમમાં દરોડા પાડ્યા હતા. ATSને અહીં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. એટીએસને ડ્રગ્સ બનાવતા યુનિટને ઝડપવામાં મોટી સફળતા મળી છે. જેમાં વડોદરાના સિંધરોટમાં ATSએ દરોડો પાડ્યો છે. એટીએસએ સિંઘરોટમાં નદીની સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ખુલ્લામાં શેડમાં MD ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડા કરવામાં આવ્યા હતા. જ્યારે એફએસએલ તથા અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી હતી. જેમાં ATSએ શહેર અને ગ્રામ્યમાં મળીને અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

(10:57 pm IST)