Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરનું પ્રદુષણનું સ્તર ગંભીર રીતે ઉચકાયું :એર ક્વોલીટી ઇન્ડેક્સ 312 સાથે સૌથી ખરાબ સ્તરે

 ઔધોગિક ધુમાડા, વહાનોના પ્રદુષણ, શહેરીકરણ અને ખરાબ માર્ગોના કારણે અંકલેશ્વરની હવા અતિ ખરાબ સ્તરે પહોંચી : હવા શ્વાસ લેવા માટે બિન આરોગ્યપ્રદ બની

અંકલેશ્વર : શિયાળાના આરંભ સાથે જ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની હવા રાજ્યમાં અતિઆરોગ્ય માટે હાનિકારકમાં બીજા નંબરે આવી છે.

અંકલેશ્વરનો એર ક્વોલીટી ઇન્ડેક્સ 312 સાથે સૌથી ખરાબ સ્તરે હાલ નોંધાઇ રહ્યો છે. શિયાળામાં ધૂમમ્સ અને ભેજને લઈ પ્રદુષણનું સ્તર અંકલેશ્વરમાં ગંભીર રીતે ઉચકાયું છે. અને અંકલેશ્વરની હવા શ્વાસ લેવા માટે બિન આરોગ્યપ્રદ બની રહી છે.

રાજ્યમાં સૌથી ખરાબ હવા પ્રદુષણના આંકમાં સુરત 320 એક્યુઆઈ બાદ અંકલેશ્વર હાલ બીજા નંબરે ચાલી રહ્યું છે. ઔધોગિક ધુમાડા, વહાનોના પ્રદુષણ, શહેરીકરણ અને ખરાબ માર્ગોના કારણે અંકલેશ્વરની હવા અતિ ખરાબ સ્તરે પોહચી ગઈ છે. જેને સુધારવામાં જીપીસીબી, તંત્ર અને ઉધોગોએ અસરકારક પગલાં નહિ લીધા તો લોકોને આગામી સમયમાં અનેક શારીરિક તકલીફોનો ભોગ બનવું પડે તેવી વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોરોના બાદ પ્રદુષિત હવાથી બચવા અંકલેશ્વરના નગરજનોને માસ્કનો સહારો લેવાની નોબત આવી શકે છે

(10:17 pm IST)