Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સત્‍યસાઇ હાર્ટ હોસ્‍પીટલનું હૃદયસ્‍પર્શી પુસ્‍તક ‘દિલ વિધાઉટ બિલ'

મનોજભાઈ ભીમાણી સંપાદિત આ પુસ્‍તક ડો.ભરતભાઈ ભગતે લખ્‍યું છેઃ પુસ્‍તકનું હૃદય સાથેનું મુખપૃષ્‍ઠ ઘણું કહી જાય છે

હૃદયરોગના અતિ ખર્ચાળ ઓપરેશન વિનામુલ્‍યે કરી ગરીબ દર્દીઓને નવજીવન આપતી શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પીટલ (કાશિન્‍દ્રા અને રાજકોટ) ન સેવાયજ્ઞ ની રોમાંચક કથાઓને આવરી લેતું સુંદર પુસ્‍તક ‘દિલ વિધાઉટ બિલ' સંસ્‍થા દ્વારા પ્રસિધ્‍ધ કરાયું છે. આ પુસ્‍તક ના લેખક ડો. ભરતભાઇ ભગત છે. જ્‍યારે સંપાદક શ્રી મનોજભાઇ ભીમાણીએ કર્યું છે. શ્રી કાંતિલાલ જયકિશનદાસ ચોક્‍સી ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્‍તકની પ્રથમ આવળતિ છે.

આ અદભૂત પુસ્‍તક ‘દિલ વિધાઉટ બિલ' માં લેખક ડો. ભરતભાઇ ભગતએ રાજકોટ અને કાશિન્‍દ્રા હોસ્‍પીટલોની ઝીણવટપૂર્વક અભ્‍યાસ કરીને આ પુસ્‍તક લખ્‍યું છે. એમણે માત્ર દર્દીઓ સાથે જ નહીં પરંતુ દર્દીઓની સાથે આવેલા સગાવહાલાં સાથે પણ વાત કરીને ચોક્કસ માહિતીનું આલેખન કર્યું છે. દરેક હોસ્‍પીટલ માટે આ પુસ્‍તક પ્રેરણારૂપ બની રહે તેવું છે.

સર્જરીના શષાોના જાણકારે શબ્‍દોના આભૂષણ વડે પુસ્‍તકના દરેક પ્રકરણને આલેખ્‍યું છે. ૧૦૦ પઇજના આ ફોરકલર પુસ્‍તકની શરૂમાં વિવિધ ક્ષેત્રના મહાનુંભાવોની સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પીટલની મુલાકાત અને વિવિધ પ્રસંગોની તસવીર પ્રગટ કરાઇ છે. પુસ્‍તકમાં ૨૬ જેટલા વિવિધ પ્રકરણો જેવાકે, ઓરિસ્‍સાથી અમદાવાદ, લવ ઓલ સર્વ ઓલ, શ્રધ્‍ધાથી સેવામંદિર તરફ, દિલ વિધાઉટ બિલ, સુખની સવાર, ગુજરાતનું ગૌરવ, હ્રદયરોગ અને રાષ્‍ટ્રનું અર્થતંત્ર, બાબાની કળપા, સપનાનું વાવેતર, હાર્ટ હોસ્‍પીટલનું સેવા સંકુલ, સ્‍વચ્‍છતામાં પ્રભુતા, ગાગરમાં સાગર વગેરેનું ખુબ સુંદર આલેખન કરાયું છે. સાથે દર્દીઓ, હોસ્‍પીટલ, હ્રદયની સમજણ, તબીબી તપાસ, બાળ દર્દીના જન્‍મદિવસની ઉજવણી વગેરેના ફોટોગ્રાફ્‌સનો પણ સુંદર રીતે સમાવેશ કરાયો છે. સાથે બાબાના ભાવવાહિ ફોટા પણ જાણે આશીર્વાદ વરસાવતા હોય તેવા લાગે છે. પુસ્‍તકનું હૃદય સાથેનું મુખપળષ્ઠ પણ ઘણું કહી જાય છે. પુસ્‍તકના અંતે શ્રી સત્‍યસાઇ હાર્ટ હોસ્‍પીટલ, કાશિન્‍દ્રા ખાતે નવજીવન પામેલા બાળદર્દીઓની નિર્દોષ ચહેરાવાળી તસવીર હૃદય સ્‍પર્શી છે. હૃદયથી હૃદયની વાત આ પુસ્‍તકમાં વર્ણવાઇ છે.

પુસ્‍તકનું નામઃ દિલ વિધાઉટ બિલ, લેખકઃ ડો. ભરતભાઇ ભગત, ભાષાઃ ગુજરાતી, સંપાદકઃ શ્રી મનોજભાઇ ભીમાણી, પ્રકાશકઃ શ્રી કાંતિલાલ જયકિશનદાસ ચોકસી ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદ, આવૃતિઃ પ્રથમ, અમદાવાદઃ શ્રી સત્‍યસાઇ હાર્ટ હોસ્‍પીટલ, પ્‍લોટ નં. ૨૩/બી, કાશિન્‍દ્રા ગામ, વિશ્વકર્મા મંદિરની સામે, સરખેજ-ધોળકા હાઇવે, અમદાવાદ - ૩૮૨૨૧૦, મો.૯૩૨૮૫ ૧૮૦૩૭, મુદ્રણઃ પ્રિન્‍ટ વિઝન પ્રાઇવેટ લિ., આંબાવાડી, અમદાવાદ.

(3:40 pm IST)