Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઓરલ હેલ્થ મંથ : કોલગેટ દ્વારા ૩૦ મીલીયન લોકોની દંત તપાસ

 અમદાવાદ તા.૬ : વાર્ષિક બે મહિના ચાલનારી રાષ્ટ્રીય મુખ સંભાફ્ર ઝુંબેશને ટેકો આપવાનો કોલગેટનો હેતુ ડેન્ટલ કિયોસ્ક્સ અને નવી પોકેટ ડેસ્ટિસ્ટ સેવા થકી ભારતને મફત દંત તપાસ અને દંત સલાહ આપીને સૌના ચહેરા પર સ્મિત જાળવી રાખવાનો છે.

કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા ઈન્ડિયન ડેન્ટલ એસોસિયેસન (આઈડીએ) સાથે ભાગીદારીમાં ઓરલ હેલ્થ મંથ (ઓએચએમ)ની ૨૦૧૭ની આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ૧૪મા વર્ષમાં ઓએચએમ રાષ્ટ્રીય મુખ આરોગ્ય ઝુંબેશ બની છે, જેનાથી હમણાં સુધી ૩૩ મિલિયનથી વધુ ભારતીયોએ મફત દંત તપાસ અને સલાહનો લાભ લીધો છે.

ઓએચએમ ૨૦૧૭ નવેમ્બર ૨૦૧૭માં આરંભ થયો હોઈ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે અને તેમાં ૧૨૭૬ શહેરા આવરી લેવાશે.

ઓએચએમ ૨૦૧૭માં નવો ઉમેરો પોકેટ ડેસ્ટિસ્ટ છે, બધાં ઓએચએમ પેક્સ પર આપવામાં આવેલા નંબર પર મિસ્ડ કોલ કરવા પર ફોન પર મફત મુખના સંભાળની ટિપ્સ અને માર્ગદર્શન મળી શકે છે.

(4:11 pm IST)