Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જિજ્ઞેશ મેવાણીએ લગાવ્યો ભાજપ પર હુમલો કરવાનો આરોપ

જિજ્ઞેશે હુમલા અંગે કરી ટ્વીટઃ પીએમ મોદીને સંબોધીને પણ કરી ટવીટ

નવી દિલ્હી તા. ૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવનારા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ મંગળવારે આરોપ લગાવ્યો કે, ભાજપના કાર્યકર્તાઓએ તેના પર હુમલો કર્યો.

બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા જિજ્ઞેશે ટ્વીટર પર જાણકારી આપી કે, 'દોસ્તો, આજે મારા પર ભાજપના લોકોએ તકરવાડા ગામમાં એટેક કર્યો. ભાજપ ભયભીત થઈ ગયો છે, એટલે એવી હરકત કરી રહ્યો છે. પણ હું તો એક આંદોલનકારી છું, ના ડરીશ, ના તો ઝૂકીશ પણ ભાજપને તો હરાવીશ જ.'

જિજ્ઞેશે પોતાની ટ્વીટમાં પીએમ મોદીને સંબોધિત કરતા કહ્યું કે, 'સાદર પ્રણામ- હું પણ ગુજરાતનો દીકરો છું. મોદીજી મોટું દિલ રાખો, છાતી ભલે ૫૬ ઈંચની હોય કે ના હોય. જે જીતી રહ્યા હોય તેના પર હુમલા કરાવો, આ આઈડિયા તમારો છે કે અમિત શાહનો? કેમકે, આ ગુજરાતની પરંપરા તો નથી.'

ઉલ્લેખનીય છે કે, જિજ્ઞેશે વડગામની અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે અહીંથી પોતાના વર્તમાન ધારાસભ્યને બીજી સીટ પર શિફટ કરી દીધા છે

(11:59 am IST)