Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પરિણીતાને ઈશારા કરી હેરાન કરનાર નરાધમ વેપારી પોલીસના સકંજામાં

અમદાવાદ:સાબરમતી વિસ્તારમાં રવિવારે છેડતીના બે બનાવો નોંધાયા હતા. ન્યુ રાણીપમાં સાંજના સમયે પરિણીતાને બિભત્સ ઈશારા કરી પરેશાન કરતા વેપારીને પોલીસે પકડયો હતો. જ્યારે હરિઓમનગરમાં યુવતીની છેડતી કરતાં યુવકની ધરપકડ કરવામાં આવી છે.
સાબરમતી વિસ્તારમાં ન્યુ રાણીપ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં રવિવારે સાંજે ૨૬ વર્ષિય પરિણીતા શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળી હતી. તે લિફટમાં આવી રહી હતી તે સમયે બીજા માળે આવેલા ફલેટમાં રહેતો જિજ્ઞોશ બળદેવ પટેલે ઘરના દરવાજામાંથી બિભત્સ ઈશારા કરવાનું શરુ કર્યું હતું. પરિણીતા અન્ય કોઈને ઈશારા કરતો હોવાનું માન્યું હતું. દરમિયાન લીફટમાથી ત્રીજા માળે પરિણીતા બહાર નીકલી ત્યારે પણ જિજ્ઞોશ પટેલે હરકતો ચાલુ રાખી હતી. આથી, પરિણીતાએ જિજ્ઞોશના ભાઈને જાણ કરી પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો  નહતો. આથી,પરિણીતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આરોપી જિજ્ઞોશ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી

(5:56 pm IST)