Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

દેડીયાપાડાના આંબાવાડીમાં એકને લોખંડની પાઇપ મારી ઇજા બાદ મારી નાંખવાની ધમકી આપનાર ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામના ખેતરમાં કામ કરનાર એક વ્યક્તિ પર બે ભાઈઓએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર આંબાવાડી ગામના સોમાભાઇ ગોવિંદભાઇ તડવીની ફરિયાદ મુજબ ઇજા પામનાર વિજય ભાઇ સોમાભાઇ તડવી પોતાના ખેતરે કામ કરતો હતો તે વખતે ગામના જ રતિલાલભાઇ શીવાભાઇ વસાવા અને સંજયભાઇ શીવાભાઇ વસાવા ખેતરે આવી રતીલાલે લોખંડની પાઇપ વડે વિજય તડવીને કાંઇ પણ બોલ્યા વગર લોખંડનોનો એક સપાટો માથામાં મારી બીજો સપાટો હાથમાં મારી ફેકચર કરી તથા ત્રીજો સપાટો બરડામાં મારી ઇજા પહોચાડી તથા બન્ને ભાઈઓ એ ગાળો બોલી હવે પછી આ જમીનમાં પગ મુકશો તો તમોને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. દેડીયાપડા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:05 pm IST)