Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસ ફરી કોરોનાનો એક કેસ નોંધાયો

જિલ્લામાં કુલ કેસનો આંક 98 થયો : હાલમાં 5 એક્ટિવ કેસ : 252 લોકો હોમ ક્વોરેન્ટાઇન

સાપુતારા: ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી એકપણ કેસ ન નોંધાયો બાદ આજે આહવાના સરદાર માર્કેટમાં કાપડની દુકાન ચલાવતા એક ૫૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આ મહિલાને છેલ્લા ૪ દિવસથી તાવ આવતો હતો જેથી તેમને ટેસ્ટ માટે સેમ્પલ આપ્યો હતો અને એનુ રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લાનો પોઝીટીવ આંક ૯૮ પર પહોંચ્યો હતો જ્યારે હાલે ૫ કેસ એક્ટિવ છે અને ૨૫૨ લોકોને હોમ કોરોન્ટાઇન કરેલા છે ડાંગ જિલ્લામાં પોઝીટીવ આંક ૯૮ પહોંચ્યો છે ત્યારે કોરોનાએ સદી ફટકારવામાં માત્ર ૨ કેસ બાકી રહ્યા છે

(9:58 pm IST)