Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમદાવાદથી પટણા જતી ફ્લાઇટ નું વારાણસીમાં ઇમર્જન્સી લેન્ડિંગ ટેક્નિકલ ખામી સર્જાતા પટનામાં લેન્ડિંગ અશક્ય :85 મુસાફરો હતા

ફ્લાઇટના મુસાફરોને અન્ય એક એરક્રાફ્ટ દ્વારા વારાણસીથી પટણા મોકલાયા

અમદાવાદ: અમદાવાદથી પટણા જતી ફ્લાઇટમાં ટેક્નિક્લ ખામી સર્જાતાં તેનું વારાણસી ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં ૮૫ મુસાફરો હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઇસ જેટની ફ્લાઇટ સવારે ૫ઃ૪૦ના અમદાવાદથી પટના જવા માટે રવાના થઇ હતી. આ ફ્લાઇટ સવારે ૭ઃ૨૦ના પટણા એરપોર્ટના ક્ષેત્રમાં પહોંચી ગઇ હતી. પરંતુ આ દરમિયાન જ તેનામાં ટેક્નિક્લ ખામી સર્જાતાં તેનું પટણા એરપોર્ટ ખાતે લેન્ડિંગ શક્ય બન્યું નહોતું. પાયલોટ દ્વારા આ પછી એટીસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિમાનને ડાઇવર્ટ કરીને સવારે ૮ કલાકે વારાણસી એરપોર્ટ ખાતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

વારાણસી એરપોર્ટ પહોંચ્યા બાદ તમમા મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને ટેક્નિક્લ ખામી દૂર કરવાનું શરૃ કરાયું હતું. પરંતુ બપોરે સુધી આ ટેક્નિક્લ ખામી દૂર થઇ શકી નહોતી અને જેના પગલે આ ફ્લાઇટના મુસાફરોને અન્ય એક એરક્રાફ્ટ દ્વારા વારાણસીથી પટણા મોકલવામાં આવ્યા હતા.

(9:02 pm IST)