Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સુરત: યુવક્ની હત્યાનો ભેદ ઉકેલાયો :બળજબરી કરતા મહિલાએ બ્રીજના પિલ્લર સાથે માથું અથડાવતાં હત્યા

યુવકનું કાશળ કાઢી નાંખી લાશ પરવત પાટિયા પાસે રસ્તા પર ફેંકી દીધી: મહિલાની ધરપકડ

સુરતઃ દેશમાંદુષ્કર્મ અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એક મહિલાએ 3 દિવસ પહેલાં દુષ્કર્મ કરવા માગતા યુવકનું માથું બ્રીજના પિલ્લર સાથે અથડાવી હત્યા કરી નાંખી હતી. સુરત પોલીસને યુવકનો મૃતદેહ મળ્યા બાદ તપાસમાં આ હકીકત ખુલી હતી.

 સુરતમાં પરીણિત મહિલાએ પોતાની સાથે બરજબરી કરી રહેલા યુવકનું કાશળ કાઢી નાંખી લાશ રસ્તા પર ફેંકી દીધી હતી. જોકે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

ક્રાઇમ સિટી બની રહેલા સુરતના વધુ એક હત્યાની ઘટના બની હતી, જેમાં પરવત પાટિયા પાસે શનિવારે રાત્રે એક યુવકની હત્યા કરીને ફેકી દેવામાં આવેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

 

તપાસમાં માહિતી મળી હતી કે મરનારનું નામ ગણેશ ઉર્ફ રૂપેશ છે. તેના હાથ પર નેહા નામ લખ્યું હતું. ગણેશ ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો .તપાસમાં જણાયુ હતું કે ગણેશ 2જી ઓક્ટોબરના રોજ પીધેલી હાલતમાં હતો. તેની હત્યા થઈ તે પહેલાં તે કોને કોને મળ્યો હતો તે તપાસ કરતાં પોલીસને માહિતી મળી હતી કે એક મહિલા સાથે ગણેશ નો પ્રેમ સંબંધ છે બંને એકબીજાને મળતા હતા.

જેને પગલે પોલીસ ગીતા નામની મહિલા સુધી પહોંચી હતી. પોલીસે ગીતા ની શોધખોળ શરૂ કરી હતી. અંતે ત્રીજા દિવસે ગીતા પોલીસને મળી આવી હતી. પૂછપરછમં ગીતાએ હત્યાની  વાત તેને કબૂલી લીધી હતી. પુછપરછમાં જે હકીકત સામે આવી હતી તે પણ ચોંકાવનારી હતી. જેમાં ગીતાએ જણાવ્યું કે,“ગણેશે એક દિવસ ગીતાને પોતાની પાસે  બોલાવી હતી, જોકે ગીતા તેની પાસે ગઈ ન હતી. જેથી ગણેશે ફરીથી ગીતાને બોલાવી હતી. પોતાના બાળકો હોવાથી બાળકો સુઈ ગયા બાદ શનિવારે ગીતા ગણેશ પાસે ગઈ હતી. ગીતા જ્યારે ગણેશ પાસે પહોંચી હતી ત્યારે ગણેશે પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા ગીતા પર દબાણ કર્યું હતું.”

જોકે ગીતા સતત ઇનકાર કરી રહી હતી ગીતાના ના પાડવા ના કારણે ગણેશ ઉશ્કેરાયો હતો. તેણે ગીતા સાથે બળજબરી કરવાની કોશીશ કરી હતી. પોતાની સાથે થયેલી આ પ્રકારની હરકતથી ગીતા ગુસ્સે ભરાઈ હતી. તેણે ગણેશથી  બચાવા માટે અનેક પ્રયાસ કર્યા હતા.

અંતે ગીતાએ ગણેશનું માથું બ્રીજના પિલર પર અફાડી દીધું હતું. પિલર પર માથું અફડાવવાને કારણે લોહી વહી ગયું હતું, અને ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. પોતે પકડાઈ જશે તે બીકે ગીતા નાસી ગઈ હતી, જોકે પોલીસે આખરે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(7:49 pm IST)