Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમદાવાદના વાડજમાં રહેતી યુવતી સાથે લગ્ન કરી દહેજ મામલે ત્રાસ આપી તરછોડનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના વાડજમાં રહેતી અને મિલમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાના લગ્ન ગાંધીનગર ના કલોલ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જોકે પતિ અને સાસરીયા દિકરી જન્મતા પરિણીતાને ત્રાસ આપવા લાગ્યા હતા અને દહેજ લઈ આવવા દબાણ કરતા હતા. દરમિયાન પતિ દિકરી અને પત્નીને મુકીને અમેરિકા જતો રહેતા સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ નવા વાડજમાં રહેતા દિપ્તીબહેનના લગ્ન2013માં ગાંધીનગર ના કલોલમાં રહેતા સ્નેહલ એ.બારોટ સાથે થયા હતા.લગ્નજીવનથી દિપ્તીબહેનને દિકરી જન્મી હતી. જોકે પતિ, સાસુ અને સસરાને દિકરી જન્મી તે ગમ્યુ ન હતું. જેને કારણે તેઓ દિપ્તીબહેન સાથે ઝગડો કર્યા કરતા હતા.

દરમિયાન 2016માં પતિ સ્નેહલે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માટેની ફાઈલ મુકી હતી. જેમાં પાંચ લાખની જરૂર પડતા પતિએ પત્નીને પૈસા લઈ આવવા માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી સાંતેજની એક મિલમાં મેનેજર તરીકે કામ કરતા દિપ્તીબહેને ફાઈલ બનાવવા માટે ફાયનાન્સર સપોર્ટ તરીકે મદદ કરી હતી. અમેરિકાના વિઝા મળી જતા પતિ અમેરિકા ચાલ્યો ગયો હતો.

(5:12 pm IST)