Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગાંધીનગરમાં અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો: ઈડરના માતા-પુત્રને પુરપાટ જતી કારે હડફેટે લેતા બને ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે બાઈક લઈને અમદાવાદથી ચ-માર્ગ ઉપર પસાર થઈ રહેલા ઈડરના માતા પુત્રને પુરઝડપે જતી કારે અડફેટે લેતાં બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા જયાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના પગલે સે-૭ પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  

રાજયના પાટનગર ગાંધીનગર શહેરના પહોળા માર્ગોની ચર્ચા સમગ્ર રાજયમાં થતી હોય છે પરંતુ આ પહોળા માર્ગો અકસ્માતો માટે પણ મુખ્ય કારણ સાબિત થઈ રહયા છે કેમકે અહીં ગતિ મર્યાદા લાગુ હોવા છતાં અહીં વાહનો પુરઝડપે વાહનો હંકારતાં હોય છે અને સેકટરોના કટ પાસે અકસ્માતો સર્જાતા હોય છે. ખાસ કરીને કોઈ સ્પીડ બ્રેકર વગરના ચ-માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજે બપોરના સમયે ચ-માર્ગ ઉપર બનેલી અકસ્માતની ઘટનામાં માતા-પુત્રનું મોત નીપજયું છે.

(5:11 pm IST)