Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વડોદરાના આજવારોડ વિસ્તારમાં વીજ કંપનીએ દરોડા પાડી મકાનમાં નિવૃત પીએસઆઇ ઘરમાંથી વીજચોરી ઝડપી પાડી

વડોદરા:શહેરના આજવારોડ વિસ્તારમાં વીજ કંપનીએ દરોડો પાડી એક મકાનમાં નિવૃત્ત પીએસઆઇ દ્વારા કરાતી વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ઇન્દ્રપુરી સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આજવારોડ વિસ્તારમાં આવેલા ધીરજનગર ખાતે વીજ ચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં દિલીપસિંહ વજેસિંહ ઓરીયા દ્વારા વીજ ચોરી કરાતી હોવાનું જણાયું હતું. વીજ કંપનીના સ્ટાફની તપાસણીમાં દિલીપસિંહ દ્વારા રૃા.૧.૬૯ લાખની વીજ ચોરી કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.

દરમિયાન ઇન્દ્રપુરી સબ ડિવિઝનના નાયબ ઇજનેર હર્ષદ પરસોત્તમ કટારીયાએ દિલીપસિંહ ઓરીયા સામે વીજ ચોરી અંગે ગુનો દાખલ કરતા વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે દિલીપસિંહ પોલીસખાતામાંથી થોડા સમય પહેલાં જ નિવૃત્ત થયા છે.

(5:09 pm IST)