Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વડોદરાના ફાજલપુર નજીક બે દિવસ પહેલા યુવતીની ભેદી સંજોગોમાં હત્યા કરેલ લાશ મળી આવતા ગુનો દાખલ

વડોદરા: શહેરના ફાજલપુર નજીક મહીસાગરમાંથી બે દિવસ પહેલા યુવતીની હત્યા કરેલી હાલતમાં મળેલી લાશના બનાવો પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફાજલપુર પાસે નદીમાં એક યુવતીની ધાબળો લપેટાયેલી હાલતમાં લાશ મળી આવતાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓ તેમ જ ફાયરબ્રિગેડની મદદ લઇ મૃતદેહને બહાર કઢાવતા મરનાર યુવતીની ઉંમર 35 થી 40 વર્ષની હોવાનું જણાઈ આવ્યું હતું.

મૃતક યુવતી એ ટોપ પહેરેલું હતું તેમજ તેના હાથ પાછળથી બાંધેલા હતા અને પગ પર બાંધેલા હતા. યુવતીની લાશ અત્યંત વિકૃત હાલતમાં મળી આવતા ઓળખવું મુશ્કેલ હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાવી હતી. 

(5:08 pm IST)